Hero Image

Kidney360Care™ – કિડની સ્વાસ્થ્યને સમજવાનો સરળ રસ્તો

ભારતમાં કિડનીનો રોગ (Chronic Kidney Disease) એક એવો ગંભીર રોગ છે જે ઘણીવાર શાંતિથી આગળ વધે છે.

ઘણા લોકોમાં વર્ષો સુધી કિડનીને નુકસાન થતું રહે છે — કોઈ દુખાવો નહીં, કોઈ સ્પષ્ટ ચેતવણી નહીં — અને ઘણીવાર ત્યારે જ ખબર પડે છે જ્યારે કિડનીનું 60–70% કામ પહેલેથી જ બગડી ચૂક્યું હોય. એ સમયે સારવારના વિકલ્પો મર્યાદિત રહી જાય છે અને ઘણી વખત ડાયાલિસિસ અથવા ટ્રાન્સપ્લાન્ટ જેવી પરિસ્થિતિ આવે છે.

અહીંથી Kidney360Care™ આખી કહાની બદલે છે.

Kidney360Care™ એક સ્પષ્ટ ઉદ્દેશ સાથે બનાવવામાં આવ્યો છે:

👉 કિડની પરનો તણાવ વહેલો ઓળખવો, જ્યારે તેને અટકાવી શકાય, ધીમું કરી શકાય અથવા ઘણી વખત સુધારી પણ શકાય.

પ્રખ્યાત કિડની વિશેષજ્ઞ ડૉ. રવિ બ્રહ્મભટ્ટ (MD, DM Nephrology) — અને Love Kidney™ના સ્થાપક દ્વારા વિકસિત — Kidney360Care™ ભારતનો પહેલો સાચો પ્રિવેન્ટિવ કિડની હેલ્થ રિપોર્ટ છે.

આ રિપોર્ટ માત્ર રોગ શોધવા માટે નથી, પરંતુ કિડનીને લાંબા સમય સુધી સુરક્ષિત રાખવા માટે બનાવવામાં આવ્યો છે.

📲 રિપોર્ટ બુક કરવા WhatsApp પર “Hi” મોકલો: 6363 33 6767

અને તમારી પહેલી કન્સલ્ટેશન પર ₹500ની છૂટ મેળવો.

🔍 Kidney360Care™ શું છે?

Kidney360Care™ એક નવી પેઢીનો કિડની સ્ક્રીનિંગ અને રિસ્ક એસેસમેન્ટ રિપોર્ટ છે — જે માત્ર એક ક્રિએટિનિન રિપોર્ટ પર આધાર રાખતો નથી.

એક જ નંબર પર વિશ્વાસ રાખવાને બદલે, Kidney360Care™ જોડે છે:

  • બ્લડ ટેસ્ટ
  • યુરિન ટેસ્ટ
  • દર્દીની મેડિકલ હિસ્ટ્રી
  • BP, વજન જેવા મહત્વના માપદંડ
  • ક્લિનિકલ તપાસ

તેથી તમને કિડનીની 360 ડિગ્રી તસવીર મળે છે.

આ રિપોર્ટનો મુખ્ય ભાગ છે Kidney Health Score (100 માંથી) — એક સરળ, ડૉક્ટર દ્વારા ચકાસાયેલ સ્કોર, જે તમને સમજાવે છે:

  • આજે તમારી કિડની કેટલી સ્વસ્થ છે
  • ક્યાંક વહેલા ચેતવણીના સંકેત તો નથી ને?
  • હવે આગળ શું ધ્યાન રાખવું જોઈએ

એટલે Kidney360Care™ માત્ર એક ટેસ્ટ નથી —

આ નિર્ણય લેવા અને કિડની બચાવવા માટેનું સાધન છે, દર્દી અને ડૉક્ટર બંને માટે.

🧪 Kidney360Care™ રિપોર્ટ કેવી રીતે તૈયાર થાય છે?

Kidney360Care™ મેડિકલ સાયન્સ, નેફ્રોલોજી ગાઇડલાઇન અને વાસ્તવિક દર્દીઓના અનુભવ આધારે બનાવવામાં આવે છે.

દરેક રિપોર્ટ ત્રણ સ્તર પર તૈયાર થાય છે:

1️⃣ મુખ્ય લેબ ટેસ્ટ-

  • સીરમ ક્રિએટિનિન
  • eGFR (કિડની કેટલી સારી રીતે ફિલ્ટર કરે છે)
  • યુરિન ACR
  • યુરિન માઇક્રોઆલ્બ્યુમિન
  • સંપૂર્ણ યુરિન ટેસ્ટ(શુગર, પ્રોટીન, બ્લડ, ઇન્ફેક્શનના સંકેત, pH, સ્પેસિફિક ગ્રેવિટી)

2️⃣ શુગર અને BP સંબંધિત જોખમ

કારણ કે કિડનીનો રોગ એકલા થતો નથી:

  • રેન્ડમ બ્લડ શુગર
  • HbA1c (૩ મહિનાનું સરેરાશ શુગર લેવલ)
  • બ્લડ પ્રેશર
  • BMI (વજનનો અસર)

3️⃣ જીવનશૈલી અને હિસ્ટ્રી

તમારી પરિસ્થિતિ મુજબ સલાહ આપવા માટે:

  • ડાયાબિટીસ અને BP કેટલા વર્ષથી છે
  • પેઇનકિલરનો ઉપયોગ
  • વારંવાર યુરિન ઇન્ફેક્શન કે સ્ટોન
  • ધુમ્રપાન, દારૂ, કસરત
  • પરિવારનો ઇતિહાસ

આ બધું જોડીને તૈયાર થાય છે:

  • Kidney Health Score
  • સરળ ભાષામાં માહિતી
  • તમારી સ્થિતિ મુજબ Do’s & ધ્યાન રાખવાની બાબતો
  • ભારતીય ખોરાક આધારિત ડાયટ સલાહ
  • અને તમારા ડૉક્ટર માટે ઉપયોગી સૂચનો

📊 Kidney Health Score (0–100) શું બતાવે છે?

Kidney Health Score જટિલ મેડિકલ માહિતીને સરળ રીતે સમજાવતો સ્કોર છે.

  • સ્કોર વધુ → કિડની સારી રીતે કામ કરે છે
  • સ્કોર ઓછો → કિડની પર વહેલો તણાવ છે

આ સ્કોર તમને મદદ કરે છે:

  • લક્ષણો પહેલા જ સમસ્યા ઓળખવામાં
  • સમય સાથે બદલાવ સમજવામાં
  • ક્રિએટિનિન નોર્મલ હોવા છતાં યોગ્ય પગલાં લેવામાં

આને તમે કિડની માટેનો ફિટનેસ ટ્રેકર સમજી શકો છો.

📱 Kidney360Care™ રિપોર્ટમાં તમને શું મળશે?

તમારો સંપૂર્ણ રિપોર્ટ સુરક્ષિત રીતે WhatsApp પર મળશે, જેમાં સામેલ છે:

  • ✔ Kidney Health Score અને સમજાવટ
  • ✔ રંગ પ્રમાણે સમજાવેલા રિપોર્ટ
  • ✔ સરળ ભાષામાં કિડની સમરી (English / Gujarati)
  • ✔ તમારી સ્થિતિ મુજબ ડાયટ સલાહ
  • ✔ કિડની બચાવવા માટે શું કરવું / શું ધ્યાન રાખવું
  • ✔ તમારા ડૉક્ટર માટે સંક્ષિપ્ત નોંધ
  • ✔ ₹500 ડિસ્કાઉન્ટ સાથે કિડની સ્પેશ્યાલિસ્ટ કન્સલ્ટેશનનો વિકલ્પ

👨‍⚕️ Kidney360Care™ Report કોને કરાવવો જોઈએ?

આ રિપોર્ટ ખાસ કરીને ઉપયોગી છે જો તમે:

  • ડાયાબિટીસ કે BP ધરાવતા હો
  • 35 વર્ષથી ઉપર હો
  • વારંવાર પેઇનકિલર લેતા હો
  • પરિવારનો કિડની રોગનો ઇતિહાસ હોય
  • યુરિનમાં ફીણ, પગમાં સૂઝ, થાક કે વારંવાર પેશાબ થાય
  • યુરિન ઇન્ફેક્શન કે સ્ટોન થયા હોય
  • અથવા આગોતરી કાળજી લેવા માંગતા હો

👉 ફાસ્ટિંગની (ભૂખિયા પેટે આવાની) જરૂર નથી.

🇮🇳 ભારતમાં Kidney360Care™ કેમ જરૂરી છે?

ભારતમાં:

  • 7.5 કરોડથી વધુ લોકો ડાયાબિટીસ ધરાવે છે
  • અને ઘણા લોકોને કિડનીનું નુકસાન ખબર પણ નથી

અહીં મોટાભાગના કિડની રોગો ખૂબ મોડા તબક્કે ઓળખાય છે.

Kidney360Care™ આ ખોટ પૂરી કરે છે કારણ કે તે:

  • પ્રિવેન્ટિવ છે
  • કિફાયતી છે
  • સરળતાથી ઉપલબ્ધ છે
  • પરિવારને સમજાય તેવી ભાષામાં છે

અમારું લક્ષ્ય સરળ છે:

કિડનીની સમસ્યા વહેલી ઓળખવી, ડાયાલિસિસ તાળવવું અને ભારતને કિડની-સ્માર્ટ બનાવવું.

✅ આજેજ Kidney360Care™ રિપોર્ટ બુક કરો

  • ✔ ભૂખિયા પેટે આવાની જરૂર નથી
  • ✔ WhatsApp પર રિપોર્ટ
  • ✔ હોમ કલેકશન (ચોક્કસ વિસ્તારમાં – ટૂંક સમયમાં)
  • ✔ પહેલી કન્સલ્ટેશન પર ₹500 છૂટ

📲 રિપોર્ટ બૂક કરવા WhatsApp નંબર 6363 33 6767 પર “Hi” મોકલો

Stay upto date
Catch up with our latest blogs to stay updated
Reach out to us
Call us at
+916363336767
Copyright © 2026 eka.care
Book an appointment
In Clinic
Teleconsultation